Latest News

નાગરિક સંરક્ષણ દળમાં વધુંમાં વધું નાગરિકો જોડાય તે દિશામાં કામગીરી કરતું તાપી વહિવટી તંત્ર

Proud Tapi 16 May, 2025 02:46 PM ગુજરાત

ખુબ જ ઓછા સમયમાં ૩૦૦ થી વધુ સ્વયંમ સેવકોએ રજીસ્ટ્રેશન કર્યું

QR Code અથવા ગૂગલ લિંકમાં વિગતો ભરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવીયે


કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર નાગરિક સંરક્ષણ દળમાં વધુંમાં વધું નાગરિકો જોડાય તે દિશામાં તાપી જિલ્લા વહિવટી તત્ર સરાહનિય કામગીરી કરી રહ્યું છે.તાપી જિલ્લામાં ખુબ જ ટૂંકા ગાળામાં ૩૪૪ જેટલા નાગરિકોએ નાગરિક સંરક્ષણ દળમાં રજીસ્ટ્રેશન કરી આપત્તિ, રાહત અને બચાવ કામગીરીમાં યોગદાન આપવા માટે પોતાનો ઉત્સાહ બતાવ્યો છે.

તારીખ ૧૫ મે ના રોજ અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. શિક્ષણ, પુરવઠા, પોલીસ જેવા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા તાલુકા મથકોના અમલીકરણ અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.જેમાં અધિક નિવાસી કલેકટરે અધિકારીઓને વધુમાં વધુ લોકો નાગરિક સંરક્ષણ દળ વિશે જાગૃત થઈ આ મહાકાર્યમાં જોડાય તે દિશામાં કામગીરીકરવા જણાવ્યું હતું.

જેના ભાગરૂપે ૧૬ મે ના રોજ મામલતદાર કચેરી સોનગઢ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન માટે બેઠક મળી હતી.જેમાં મામલતદારએ વધુમાં વધુ યુવાનો સિવિલ ડિફેન્સમાં જોડાયા તે માટે નોંધણી પ્રકિયાની કામગીરી કરવા જણાવ્યું હતું.આ સાથે આઇટીઆઇ ઉકાઈ અને ડોલવણ ખાતે રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજી સિવિલ ડિફેન્સ અંગેની પ્રાથમિક માહિતી આપી તાલીમાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને સેવા ભાવનાઓ ધરાવતા નાગરિકોમાં આ દળમાં જોડાય તેવી અપીલ વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ઓનલાઇનના માધ્યમથી આપેલ લીંક:-https://www.surveyheart.com/form/6822fec9f061e226ef34e318 પર રજીસ્ટ્રેશન કરી શકાશે અથવા QR Code મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જવાબદાર ભારતના નાગરિક તરીકે ફરજ નિભાવીયે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post