તાપી જિલ્લા એલસીબીએ સોનગઢના ચાંપાવાડી ગામમાં એક પલ્સર મોટરસાયકલ અને એક મોપેડ ની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડનો દારૂની બોટલ નંગ - ૫૭૬ મળી આવી હતી .જેની કિં.રૂ.૩૧,૨૦૦/- જેમાં મોપેડ ચાલક ની અટક કરવામાં આવી હતી. તેમજ પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા એલ સી બી એ બાતમીના આધારે ચાંપાવાડી ગામના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી, ત્યારે પ્રથમ પલ્સર મોટર સાયકલ નં.GJ - 19- N-8883 અને પાછળ એક્સેસ મોપેડ ગાડી નં.GJ - 26- AD - 4978 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા પલ્સર મોટરસાયકલ સવાર બંને ઈસમો અંધારાનો ફાયદો લઈ મોટરસાયકલ છોડીને નાસી છૂટ્યા હતા. તેમજ મોપેડ પર પાછળ બેસનાર ઈસમ પણ નાસી છૂટ્યો હતો પરંતુ મોપેડ ચાલક કલ્પેશ રૂવાજીભાઈ ગામીત (રહે.ડુંગરી ફળિયુ ચાંપાવાડી તા. સોનગઢ જી.તાપી )ની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે મોપેડ અને મોટરસાયકલ ની તપાસ કરતા દારૂની શીલ બંધ બોટલ નંગ - ૫૭૬ મળી આવી હતી જેની કિં.રૂ.૩૧,૨૦૦/-તેમજ મોટરસાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/-તથા મોપેડ કિં.રૂ.૪૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૯૧,૨૦૦/- નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
તેમજ મોપેડ પર પાછળ બેસનાર અંકિતભાઈ ઈલેશભાઈ ગામીત (રહે. ડુંગરી ફળિયુ, ચાંપાવાડી તા.સોનગઢ જી.તાપી ) તથા મોટરસાયકલ સવાર બંને ઈસમો , દારૂ નો જથ્થો પૂરો પાડનાર બુધીયા રાનીયા ગાવિત (રહે.લક્કડકોટ તા.નવાપુર જી.નંદુરબાર, મહારાષ્ટ્ર )તથા દારૂનો જથ્થો મંગાવનાર મંગાવનાર વીરસીંગભાઇ ગામીત (રહે.ધમોડી તા.સોનગઢ જી.તાપી )એમ મળી કુલ પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.તેમજ આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590