Latest News

તાપી પોલીસે નશીલો પદાર્થ ઝડપી લીધો,જેમાં એક કરોડ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો,બે વોન્ટેડ

Proud Tapi 01 Jan, 2024 10:46 AM ગુજરાત

તાપી જિલ્લા એસઓજી અને એલસીબી એ સંયુક્ત કામગીરી કરી ૨૮૩૪ કિગ્રા માદક પદાર્થ સાથે એકને ઝડપી પાડયો,એક કરોડનો મુદ્દામાલ જપ્ત,બે વોન્ટેડ

તાપી જિલ્લા એસ.ઓ.જી.અને એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રાહે. કામગીરી કરીને ટ્રકમાં લઈ જવાતા માદક પદાર્થ સાથે એક ને ઝડપી પાડ્યો હતો.તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.અને અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

૩૧ ડિસેમ્બરના અનુસંધાને એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો સોનગઢ વ્યારા હાઈવે પર માંડળ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે વેળાએ એક ટાટા કંપનીનો ટેમ્પો રજી. નં.RJ-19-GH-6266  આવતા તેને ઊભો રાખવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ ચાલકે વાહન ઉભું રાખ્યું ન હતું  અને ટેમ્પો લઈને સુરત તરફ જવા લાગ્યા હતા.જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો ત્યારે  વિરપુર ખાતે આવેલ શ્રી લક્ષ્મી પેટ્રોલ પંપ આગળ અંદર વાહન ઉભું રાખી ડ્રાઇવર અને  ક્લીનર નાસવા લાગ્યા હતા.જોકે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ ક્લીનર બજરંગ ભવરલાલ બિશ્નોઇ (રહે.ભલાણીયો કી ઢાણી,થાના ઓસીયા,સીરમેડી,જોધપુર,રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો.

ત્યારે  ટેમ્પામાં જીપ્સમ ભરેલી થેલીઓની આડમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ઉપરી અધિકારીને તે અંગેની જાણ કરી હતી.જે બાદ  એસ.ઓ.જી. પોલીસ સ્ટાફની મદદથી  ટેમ્પોમાંથી કુલ ૨૮૩૪ કિલોનો માદક પદાર્થ પોષ ડોડા કબજે  કરવામાં આવ્યો હતો.પોલીસે કુલ ૨૮૩૪ કિલો માદક પદાર્થ  જેની કિંમત રૂપિયા ૮૫,૦૩,૨૦૦/- તથા ટાટા ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૫ લાખ તથા જીપ્સમ ભરેલ થેલી ૦૨ નંગ ૨૯૬ જેની કિંમત રૂપિયા ૪૪,૪૦૦/- તથા  એક મોબાઇલ નંગ-૦૧ જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૫૨,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ માસી છુટનાર ડ્રાઇવર મંગારામ મોહન રામ બેનીવાલ (રહે.જોધપુર ,રાજસ્થાન) અને ટેમ્પાના માલિક જગદીશ મદનલાલ નેણ (રહે.જોધપુર , રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસની  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, માદક પદાર્થ મધ્યપ્રદેશથી લઇ સુરત થઇ રાજસ્થાન જોધપુર ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસે એન.ડી.પી.એસ . હેઠળ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post