ડેડીયાપાડા ખાતે શિક્ષકને યુવતીએ વોટ્સએપ પર વીડિયો કોલ કરી, વિડિયો કોલના સ્ક્રીનશોટ લઈ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી કુલ રૂપિયા 1,13,100/- પડાવી છેતરપિંડી કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ડેડીયાપાડા ખાતે વોટ્સએપ પર સુનિતા શર્મા નામની ઓળખ આપી,શિક્ષક ચુનીલાલ ગામીયા વસાવા (ઉ. વ.46,મૂળ રહે.મોસ્કુવા,પીપર ફળીયુ તા.દેડિયાપાડા જી.નર્મદા હાલ રહે.ડેડીયાપાડા,પારસી ટેકરા તા.દેડિયાપાડા જી.નર્મદા) સાથે વોટ્સએપ મેસેજ તથા વિડીયો કોલ કરી યુવતીએ વિડીયો કોલીંગની સ્ક્રીનશોટ લઈ લીધો હતો.ત્યારબાદ યુવતીએ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ ન કરવા માટે રૂ.5000/-ની માગણી કરી હતી. તેમજ રામકુમાર પાંડેય સાયબર ક્રાઈમ દીલ્લીના ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી ફોન કરી શિક્ષકને વોટસએપ મેસેજ કરી તમારા ન્યુડ વિડીયો યુ- ટ્યુબ માં અપલોડ થાય છે તેને ડિલીટ કરવા માટે હુ મોકલાવું તે નંબર ઉપર વાત કરી પૈસા નાખી ડીલીટ સર્ટીફીકેટ મેળવવાની વાત કરી હતી.ત્યારબાદ સાયબર ક્રાઇમ દિલ્હીના ઓફિસર હોવાની ઓળખ આપનાર રામકુમાર પાંડેય એ વોટ્સએપના માધ્યમથી સંજય સિંઘ નામના વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. જે બાદ સંજય સિંઘ એ વિડીયો ડિલીટ કરવા માટે રૂ.37,700/- ની માંગણી કરી હતી.ત્યારે શિક્ષક એ તા.13/06/2023 ના રોજ રૂ.37,700/- તેમના ખાતામાં નાખ્યા હતા.
ત્યારબાદ પણ શિક્ષકને ફોન કરી બીજા બે ન્યુડ વિડીયો ડિલીટ કરવા માટે બીજી વખત રૂ.37,700/- માંગવામાં આવતા શિક્ષકે તે પણ તેમના ખાતામાં જમા કરાવી દીધા હતા. તથા ત્રીજી વખત રૂ.20,000/- તથા ચોથી વખત રૂ.17,700/- એમ મળી કુલ રૂ.1,13,100/- તેમના ખાતામાં નાખવામાં આવ્યા હતા.યુવતીએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવી 1,13,100/- રૂપિયા લઈ છેતરપિંડી કરવામાં આવતા (1)સુનિતા શર્મા ,(2) રામકુમાર પાંડેય અને (3)સંજય સિંઘ વિરુદ્ધ છેતરપિંડી અને ખોટી સરકારી અધિકારીની ઓળખ આપવામાં બદલ દેડીયાપાડા પોલીસ મથકે ગુન્હો નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590