જમ્મૂ કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા છે. જમ્મૂ કાશ્મીરના અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, આ એકમો નવા સંસાધનો અને તાલીમબદ્ધ પોલીસકર્મીઓથી સજ્જ હશે. જેનો હેતુ જમ્મૂ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટડો લાવવાનો છે.
આ દરેક એકમનું નેતૃત્વ જિલ્લામાં કાયમી ધોરણે નિયુક્ત કરાયેલા નાયબ પોલીસ અધિક્ષક કરશે. આ એકમો આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર રહેશે સાથે જ રોજિંદા જીવનમાં કાયદા અને વ્યવસ્થાનું ધ્યાન રાખશે. જે જિલ્લાઓમાં આ એકમો શરૂ કરાયા છે, તેમાં ઉધમપુર, કઠુઆ, રેઈસી, ડોડા, કિશ્તર, રામબન, રાજૌરી અને પૂંચ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590