વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ, જે વાટી ફાટક થી ચેઇન મારફત ખાપરી નદી બોરીગાવઠા ગામે 10 ગાળાનો મેજર બ્રિજ અને ચેઇન પૂર્ણા રીવર બ્રિજ જુનો અને જર્જરીત હાલતમાં હોય ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમાં જણાતા પૂર્ણા રીવર બ્રિજ 10 ટન થી વધુના ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ – પીંપરી- કાલીબેલ- ભેંસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયું છે. આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ -1973 ની કલમ- 144 મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ મહેશ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ને ભારતીય દંડ સંહિતા – 1860 ની કલમ- 188 મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામાં આવશે. આ જાહેરનામું તા. 15 ઓગસ્ટ થી 14 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590