Latest News

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Proud Tapi 12 Jul, 2024 04:43 AM ગુજરાત

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.આજના દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા ,મધ્ય ગુજરાતના આણંદ ,વડોદરા અને છોટાઉદેપુરમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ,અમરેલી સહિતના વિસ્તારમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે.આ ઉપરાંત અગિયાર તારીખથી લઇને 14મી જુલાઇ સુધી અન્ય વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.જ્યારે સમગ્ર રાજ્યમાં ચોમાસુ જામી રહ્યું છે.રાજ્યમાં ગઇકાલે સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 138 તાલુકાઓમાં ભારેથી મધ્યમ અને હળવો વરસાદ નોંધાયો હતો.દિવસ દરમિયાન રાજકોટના લોધિકામાં સવા પાંચ ઇચ વરસાદ જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં સાડા ચારઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.બનાસકાંઠાના ભાંભરમાં ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post