હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પરનું દબાણ તીવ્ર દબાણમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત બાંગલાદેશ અને પશ્ચિમ બંગાળનાં વિસ્તારોમાં હળવું દબાણ વધુ તીવ્ર બનવાથી આગામી બે દિવસમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફ આગળ વધશે. 30 ઓગસ્ટ સુધી ગુજરાતનાં દરિયામાં દરિયો તોફાની બનવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને 30 ઓગસ્ટ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રનાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590