Latest News

જુગાડ લગાવીને પાકિસ્તાનની ટીમ જીતી તો ગઈ, પણ ICC એ ફટકાર્યો મસમોટો દંડ

Proud Tapi 05 Nov, 2023 01:29 PM ગુજરાત

વર્લ્ડ કપ 2023માં શનિવારે બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ દરમ્યાન પાકિસ્તાનની ટીમ ભલે મેચ જીતવામાં સફળ રહી હોય, તેમ છતાં પણ બાબર આઝમ એન્ડ કંપની માટે એક માઠા સમાચાર આવ્યા છે. આઈસીસીએ ધીમી ઓવરરેટના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર દંડ ફટકાર્યો છે. પાક ટીમ બોલીંગ દરમ્યાન નિશ્ચિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી શકી, તેથી તેમની ટીમની 10 ટકા મેચ ફી કાપવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના હાઈ સ્કોરિંગ મેચમાં ડકવર્થ એન્ડ લુઈસ નિયમની મદદથી માત આપીને પાકિસ્તાને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં પોતાની આશા જીવંત રાખી છે.

ન્યૂઝીલેન્ડે જ્યારે 402 રનનો ટાર્ગેટ પાકિસ્તાન સામે રાખ્યો ત્યારે કોઈએ પણ નહોતું વિચાર્યું કે, બાબર આઝમ એન્ડ કંપની આ મેચમાં જીત મેળવળે. પણ વરસાદની વચ્ચે પાકિસ્તાનની ટીમને ડકવર્થ લુઈસ નિયમની મદદથી કીવી ટીમને 21 રનથી હાર મળી. વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર કોઈ ટીમ 400 રન બનાવીને હારી ગઈ. કીવી ટીમના રચિન રવીન્દ્રે 108 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જવાબમાં વરસાદના કારણે 2 વાર મેચ રોકવામા આવી હતી. પાકિસ્તાન ત્યાં સુધીમાં 25.3 ઓવરમાં એક વિકેટ પર 200 રન બનાવી ચુકી હતી.

ડકવર્થ લુઈસ નિયમથી પાકિસ્તાનની ટીમ 21 રનથી આગળ હતી, જેને જોતા તેને વિજેતા જાહેર કરવામાં આવી. પાકની જીતનો હીરો ફખર જમાં રહ્યો હતો. ફખર જમાંએ 81 બોલમાં 126 રન ફટકાર્યા હતા. બેંગલુરુમાં હવામાન જોતા તેમને ખબર હતી કે, મેચ રોકાશે તો ડકવર્થ એન્ડ લુઈસ નિયમ પર આવશે. તેને ધ્યાનમાં રાખતા ટીમની રન રેટને ન્યૂઝીલેન્ડથી નીચે ન આવવા દીધી. તેમનો મેચ જીતવાનો આ જુગાડ કામમાં આવ્યો.

હવે પોઈન્ટ ટેબલ પર નજર નાખીએ તો, આ જીત સાથે પાકિસ્તાન પાસે આઠ મેચ બાદ ચાર જીત સાથે આઠ પોઈન્ટ થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ પાસે પણ એટલી જ મેચ બાદ ચાર જીત સાથે આઠ પોઈન્ટ છે. જો કે, નેટ રન રેટના આધાર પર કીવી ચોથા અને પાકિસ્તાન પાંચમા નંબરે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post