કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી. ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યાપક રોગચાળા, પર્યાવરણીય અને એન્ટોમોલૉજિકલ અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ તપાસમાં ગુજરાતને મદદ કરવા NCDC, ICMR અને DAHDની બહુવિધ શિસ્ત કેન્દ્રીય ટુકડીને તહેનાત કરવામાં આવી રહી છે. જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં AESના કેસ નોંધાયા છે. 20 જુલાઈ સુધીમાં કુલ 78 AES કેસ નોંધાયાછે, જેમાં રાજ્યના 21 જિલ્લાઓ, નિગમોના 75, રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશના એક છે. આ પૈકી 28 દર્દીના મોત નીપજ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણેમાં પરીક્ષણ કરાયેલા 76 નમૂનામાંથી 9ને કેસ ચાંદીપુરા વાઈરસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590