Latest News

જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

Proud Tapi 06 Sep, 2023 06:37 AM ગુજરાત

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત ના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  મંગળ ગાવિતે જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોએ શિક્ષણની જ્યોત જગાવી છે. આજે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ડાંગ જિલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેના માટે શિક્ષકોની અથાગ મહેનત રહેલી છે. એક શિક્ષક હમેંશા માટે શિક્ષક જ રહે છે. જે ક્યારેય નિવૃત્ત થતા નથી. બાળકની કેળવણી શિક્ષક જ કરી શકે છે. ડાંગ જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓ નું જીવન ઘડતર કરી રહ્યા છે. ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવી તેઓના વ્યક્તિત્વને વિકસિત કરે છે. શિક્ષક પ્રેરણાનો સાગર છે. જે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને આકાર આપીને સારા નાગરિકોનું ઘડતર કરે છે.

શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ના આચાર્ય ડો. બી.એમ.રાઉતે ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ મહેશભાઈ પઢિયાર, રમેશભાઈ ચમારભાઈ તેમજ તાલુકા કક્ષાએ કલ્પનાબેન માહલા, હેતલબેન પટેલ, મહેન્દ્રભાઈ ઠાકરે, કમલેશભાઈ ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ તાલુકા લેવલના શિક્ષકો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ સ્થાન પામનાર વિદ્યાર્થીઓ તેમજ ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ બોર્ડ પરીક્ષા દ્વારા ઝોન વાર પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી વિજય દેશમુખે મહેમાનોનુ પ્રાસંગિક સ્વાગત, તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નરેદ્રભાઈ એચ. ઠાકરેએ કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી.આ પ્રસંગે સામાજિક કાર્યકર હીરાભાઈ રાઉત,સિદ્ધાર્થભાઈ , માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો , સી.આર.સી, બી.આર.સી, તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post