ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લેતી સાગબારા પોલીસ
નર્મદા જિલ્લાના સાગબારાના સેલંબા સ્થિત ખેતીવાડી માર્કેટ ની સામે રહેતા વેપારીને ત્યાં તા. 26/05/2023 ના રોજ થયેલી રોકડા રૂ.4.65 લાખની ઘરફોડ ચોરીનો ભેદ સાગબારા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી પોલીસે ચોરીના તમામ મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી હતી.
સાગબારાના સેલંબા ખાતે આવેલ ખેતીવાડી માર્કેટ ની સામે રહેતા વેપારીના સાહિદ હનીફભાઇ મેમણના પિતાનું મોત થઈ જતાં તેઓ પરિવારજનો સાથે તેમની અંતિમવિધમાં ગયા હતા ત્યારે તા. 26/05/2023 ના રોજ અજાણ્યા ચોરો એ ઘરના મેન દરવાજાનું તાળું તોડી તિજોરીના લોકરમાં મૂકેલા 4.65 લાખ રોકડા રૂપિયા ચોરી જતા આ અંગેની ફરિયાદ સાગબારાના પોલીસ મથકમાં દાખલ થતાં પોલીસે ગુનો નોંધી જુદી જુદી દિશામાં તપાસ ચાલુ કરી હતી.
આ ગુનાની તપાસ દરમિયાન શંકાની સોઈ સાગબારા નો વતની અને હાલ અક્કલકુવા ખાતે રહેતા રણજીતસિંહ ઉર્ફે ઝાકીર લાલસિંહ વસાવાની સામે તંકાતા, પોલીસે શંકાના આધારે તેની અકકલકુવા ખાતેથી અટકાયત કરી સાગબારા પોલીસ મથકે લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી તેના અન્ય એક સાથી આરોપી જયદીપ ઉર્ફે બાબર જેહર વસાવા રહે.જરગામ નવીનગરી,તા.ડેડીયાપાડા જિ.નર્મદા નામ આપ્યું હતું
જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ચોરી થયેલા મુદ્દામાલની પૂરેપૂરી રકમ રૂ. 4.65 લાખ રિકવર કરી ચોરીના આ અનડીટેકટ ગુનાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરવામાં સાગબારા પોલીસના પો.સ.ઇન્સ. પી.વી.પાટીલ સહિત પોલીસ સ્ટાફના માણસોએ સફળતા પ્રાપ્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590