Latest News

કોન્સ્ટેબલે જ કંટ્રોલરૂમમાં ફોન કર્યો, પોલીસે મોડા પહોંચી દારૂની રેડ નીલ બતાવી

Proud Tapi 20 Jul, 2024 04:01 PM ગુજરાત

શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે સાત વાગ્યે ફોન કરીને જાણ કરી હતી કે ઇસનપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ચાલીમાં દેશી દારુના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. બંધ કરવાનું કીધું તો મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા છે. આ મુજબના બનાવની જાણ ખુદ પોલીસકર્મીએ શહેર પોલીસ કંટ્રોલ રૂમને કરી હોવા છતાં સ્થાનિક પોલીસ ઘણા કલાકો બાદ ઘટના સ્થળે પહોંચી હોવાનો દાવો પોલીસ કોન્સ્ટેબલ ચેતન ચૌહાણ કરી રહ્યો છે. ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દેશી દારુનું એક પણ ટીપું મળ્યું નહી અને નિલ રેડ બતાવી હતી. સમગ્ર મામલે એસીપી પ્રદીપસિંહ જાડેજાને આ મામલે તપાસ સોપવામાં આવી છે ત્યારે આક્ષેપ કરનાર પોલીસ કોન્સ્ટેબલને પોતાનું નિવેદન નોંધાવવા માટે બોલાવ્યો છે. 

ઈસનપુર પોલીસસ્ટેશનની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમેશભાઈ ચૌહાણ દ્વારા શહેર પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ચેતનભાઇએ ફોન કરીને પોલીસસ્ટેશનની પાછળ માધુરી નામની મહિલા બુટલેગર પોલીસસ્ટેશનની પાછળ જ દારૂનું સ્ટેન્ડ ચલાવતી હોવાથી કેસ કરવા બાબતે જણાવ્યુ હતુ. પરંતુ કલાકો સુધી કંટ્રોલ રૂમ તરફથી કોઈ પ્રતિસાદ ના મળતાં ચેતનભાઇએ ફરીથી ફોન કર્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ કાર્યવાહી ના કરી હોવાનો આક્ષેપ કરીને ઓડિયો વાયરલ કર્યો હતો. આબરૂ બચાવવા માટે કલાકો બાદ ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ ત્યાં કોઇ દારૂનું વેચાણ થઇ રહ્યુ ન હોવાનું રટણ કરીને નીલ કેસ બતાવ્યો હતો. ત્યારે આ વાયરલ થયેલા ઓડિયો બાબતે જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાને તપાસ સોંપાતા પોલીસ કોન્સ્ટેબલને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે પોતે ઢોર પાર્ટીમાં ફરજ બજાવી રહ્યો છે અને નોકરી પૂરી થશે ત્યારબાદ આવીશ તેવો જવાબ સીનીયર અધિકારીને આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

શું હતું કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં?
“હેલો કંટ્રોલ રૂમ… હું પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમેશભાઈ ચૌહાણ બોલું છું. હું દારૂની ફરિયાદ લખાવવા માંગુ છું. ઇસનપુર પોલીસ સ્ટેશનની પાછળ માધુરીબેન દારૂ વેંચે છે. હું દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા ગયો ત્યારે મારા પર હુમલો કરવામાં આવ્યો. દારૂનો ધંધો જાહેરમાં ચલાવે છે. દેશી દારૂનો ધંધો કરે છે. તાત્કાલિક ગાડી મોકલો હું કેસ કરવા માંગુ છું. મારા પર ખોટો આરોપ લગાવે છે કે હું પૈસા લેવા માટે આવ્યો છું. બનાવવાળી જગ્યાએ હાજર છું. હું અહિયાંથી નીકળ્યો ત્યારે મેં જોયું કે અહીંયા જાહેરમાં ધંધો ચાલે છે.”

“પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ બોલું છું. 2 કલાક પહેલા કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવી હતી, હજુ  કોઈ ગાડી આવી નથી. મારા જોડે વર્ધી લખાવ્યાનું ઓડિયો રેકોર્ડિંગ છે. હું આ રેકોર્ડિંગ લઈને મીડિયા થ્રુ કમિશ્નર સાહેબ સુધી જઈશ. વર્ધી લખવા વાળું કોણ હતું. કોઈ આવ્યું નથી. 7 વાગ્યાનો મેસેજ છે. હવે હું ડાયરેક્ટ સાહેબ જોડે જઈશ”

પોલીસે સોશિયલ મીડિયામાં કહ્યું ‘કઈ મળ્યું નથી’
https://twitter.com/AhmedabadPolice/status/181431871790114417

પોલીસ સ્ટેશન પાછળ દારૂના સ્ટેન્ડનો વિવાદ જૂનો
ઇસનપુર પોલીસસ્ટેશનની પાછળ દેશી દારૂના સ્ટેન્ડ ચાલે છે તે જગ જાહેર છે. અગાઉ પણ આ જ ફરિયાદો અને વિડીયો વાયરલ થયા હતા. જે તે સમયે ઇસનપુરમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોના આશીર્વાદથી આ સ્ટેન્ડ ચાલતા હતા. પોતાને મહાવીર સમજતા કોન્સ્ટેબલે બદલી થયા બાદ પણ અહીં અડીંગો જમાવીને ખેડામાં બેઠેલા આકાના આશીર્વાદથી ગેરકાયદે પ્રવૃત્તિઓને મંજૂરી આપી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. કંટ્રોલરૂમના મેસેજ બાદ પણ બુટલેગરને જાણ કરીને ધંધો બંધ કરાવવાની સૂચના આપતા નીલ રેડ કરાઇ હોવાની ચર્ચા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post