આગામી તા.૨૦ થી ૨૪ માર્ચ-૨૦૨૪ દરમિયાન આહવાના આંગણે યોજાનારા ભાતીગળ “ડાંગ દરબાર”ના લોકમેળાની આનુશાંગિક કામગીરી માટે,જિલ્લા વહીવટી તંત્રે તૈયારીઓ હાથ ધરી છે.
દરમિયાન ડાંગ કલેક્ટર મહેશ પટેલના વડપણ હેઠળ રચાયેલી જુદા જુદા વિભાગો/અધિકારીઓની કમિટિઓને સોપવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા, નિવાસી અધિક ક્લેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ હાથ ધરી હતી. ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં શ્રી ચૌધરીએ જિલ્લાની મુખ્ય સંકલન સમિતિની કામગીરી સાથે સ્ટેજ-મંડપ અને બેઠક વ્યવસ્થા અને મહાનુભાવોના સ્વાગત માટેની સમિતિ, સાંસ્કૃતિ કાર્યકમો માટેની સમિતિ, સફાઈ અને સેનિટેશન સમિતિ, પીવાના પાણીની વ્યવસ્થા, મનોરંજન માટેના પ્લોટ અને વાણિજ્ય પ્લોટની ફાળવણી, ટ્રાફિક નિયમન, રાજવીશ્રીઓને ચૂકવાતા પોલિટિકલ પેન્શનના ચૂંકવણા, મહાનુભાવોના લાયઝનીંગ
સહિત રહેવા-જમવાની વ્યવસ્થા, આપતિ વ્યવસ્થાપન, અને મેડિકલ સુવિધા જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી. નિવાસી અધિક ક્લેક્ટર બી.બી.ચૌધરીએ ચૂંટણીની સંભવિત આચાર સંહિતાને ધ્યાને લઈ, પરસ્પર સંકલન અને સહયોગ સાથે સૌને પોતાની કામગીરી હાથ ધરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, આહવાના પ્રાંત અધિકારીશ્રી સહિત જુદી જુદી સમિતિઓના અદયક્ષ, સભ્ય સચિવ,સમિતિ સભ્યો વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590