૨૦૨૩ના વર્ષનું પહેલું ૨૦૨૩નું પ્રથમ ચંદ્રગ્રહણ પેનુમ્બ્રા આજે દેખાશે. ૫ મે ૨૦૨૩ની રાત્રે ૮.૪૪ કલાકે દેખાશે જે ૬ મેના દિવસે બપોરના ૧.૦૧ કલાકે સમાપ્ત થશે. ચંદ્ર પર કુલ ગ્રહણ ૪ કલાક અને ૧૮ મિનિટનું હશે.આકાશ સ્વચ્છ હોય તો ચંદ્રગ્રહણ જોવા માટે ખાસ ટેલિસ્કોપની જરૂર નથી અને નરી આંખે ચંદ્રગ્રહણ જોઇ શકો છો. પેનુમ્બ્રા ચંદ્રગ્રહણને કારણે સંપૂર્ણ અંધારું નહીં હોય અને આપણે તેનો પ્રકાશ પણ જોઇ શકીશું. નાસાના જણાવ્યા પ્રમાણે આપણે કોઇ ખાસ સાધન વગર સૂર્યગ્રહણ જોઇ શકીએ છીએ તે જ રીતે ચંદ્રગ્રહણ પણ જોવા મળશે.
પરંતુ જો તમને સારો નજારો જોઇ તો હોય તો તમે ટેલિસ્કોપથી અથવા દૂરબીનનો ઉપયોગ કરીને જોઇ શકો છો.આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે તેમજ યુરોપ,એશિયા,ઓસ્ટ્રેલિયા, આફ્રિકા,એટલાન્ટિક અને હિંદ મહાસાગરના કેટલાક ભાગમાં પણ જોવા મળશે. ૨૦૨૩માં બીજું ચંદ્રગ્રહણ ૨૮ ઓક્ટોબરે થશે પણ તે આંશિક ચંદ્રગ્રહણ હશે અને તે ખાસ જોવા મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590