Latest News

સરકારે કહ્યું કે 2023-24માં દેશના સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં 11.65 ટકાનો વધારો થયો

Proud Tapi 23 Jul, 2024 06:36 AM ગુજરાત

સરકારે કહ્યું કે 2023-24માં દેશના સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં 11.65 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી.કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં કોલસાનું ઉત્પાદન 2023-24માં 997.26 મિલિયન ટન પર પહોંચ્યું હતું, જે અગાઉના વર્ષના 893.19 મિલિયન ટન હતું. મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશમાં કોલસાની વાસ્તવિક માંગ પાછલા વર્ષની સરખામણીમાં વધીને 1 હજાર 233.86 મિલિયન ટન થઈ છે.  તેમણે ઉમેર્યું હતું કે દેશમાં કોલસાની મોટાભાગની માંગ સ્વદેશી ઉત્પાદન અને પુરવઠા દ્વારા સંતોષાય છે. શ્રી રેડ્ડીએ પ્રકાશ પાડ્યો કે અંદાજિત કોલસાની માંગ 2029-30 સુધીમાં 1.5 અબજ ટન સુધી વધશે. તેમણેકહ્યું કે સરકારે સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશમાં કોલસાની બિન-આવશ્યક આયાતને દૂર કરવા માટે ઘણા પગલાં લેવાના શરૂ કર્યાં છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post