નિઝર : નિઝર તાલુકાના મુખ્ય મથકે અંતરિયાળ રસ્તાઓ બિસ્માર થઈ જતાં પ્રજા તોબા પોકારી ઉઠી છે.નિઝર ગામ જે તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં નિઝર ગામ નો વિકાસ થયો ન હોય તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.નિઝરના આર.જી. પટેલ વિદ્યાલય થી પોલીસ લાઇન તરફ જતો રસ્તો બિસ્માર બન્યો છે. નિઝર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , નિઝર ગામ જે તાલુકાનું ગામ હોવાથી તાલુકા વિકાસ અધિકારી એ પણ ખાસ ધ્યાન આપી ગામનો વિકાસ ઝડપથી થાય તેવા પ્રયત્ન કરવાનો હોય છે.પરંતુ અહિયાં તેવું કશું જોવા નથી મળી રહ્યું."જે સે ચલતા હૈ વેસે ચલને દો" ની વૃત્તિ અહિયાં જોવા મળી રહી છે.ગત અઠવાડિયે તાપી જિલ્લા કલેકટર દ્વારા નિઝર તાલુકાની મુલાકાત લીધી હતી.જેમાં નિઝર ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી.જેમાં તાપી જિલ્લા કલેકટર વિપીન ગર્ગ એ આવાસ યોજના અંગે નિઝર ગ્રામ પંચાયતન સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો. નિઝર ગામનો વિકાસ મંદ ગતિએ થઈ રહ્યો હોય તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે નિઝર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જોવું રહ્યું!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590