મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને ફરી એકવાર ઝટકો લાગ્યો છે.પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શિશિર શિંદે (Shishir Shinde) એ શનિવારે શિવસેના (UBT)માંથી રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવેલા તેમના રાજીનામા માં શિંદેએ કહ્યું છે કે તેમને પાર્ટીના ઉપનેતા બન્યાને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી નથી. આ સાથે તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા છ મહિનાથી ઉદ્ધવ ઠાકરે તેમને મળી રહ્યા નથી. તેમનું કહેવું છે કે શિવસેનામાં તેમના ચાર વર્ષ વેડફાઈ ગયા.
શિંદેએ ઠાકરે પર શું આરોપ લગાવ્યા?
શિંદે નો આરોપ છે કે ઉદ્ધવ ઠાકરે છેલ્લા છ મહિનાથી તેમની સાથે મુલાકાત કરી રહ્યા નથી.આ અંગે અનેકવાર પ્રયાસ કર્યો, પરંતુ પાર્ટી અધ્યક્ષને મળવું અશક્ય બની ગયું હતું. આ સાથે શિંદે માનતા હતા કે તેમને તેમના મનમાનીતુ કામ પણ નથી મળતું.શિશિર શિંદેએ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં લખ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી તેમને કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી,શિંદેને માત્ર નામનું પદ આપવામાં આવ્યું હતું,જેના કારણે તેમની કારકિર્દીના ચાર વર્ષ વેડફાઈ ગયા હતા.
શિંદે આ કામથી ચર્ચામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે 22 વર્ષ પહેલા વર્ષ 1991માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની હતી. તે સમયે શિશિર શિંદેએ પાર્ટીના કેટલાક અન્ય કાર્યકરો સાથે આ ક્રિકેટ મેચ રોકવા માટે સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી. આ પછી શિંદે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590