Latest News

સોનગઢમાં બંધ ઘરના તાળા તૂટ્યા,અંદાજે 87 હજાર ના ઘરેણાની ચોરી

Proud Tapi 20 Jul, 2023 05:57 PM ગુજરાત

સોનગઢ નગરના સર્વોદયનગર -૨ ના વિસ્તારમાં રહેતો પરિવાર નંદુરબાર જતા, બંધ ઘરનો ફાયદો લઈ ચોરોએ અંદાજે  87 હજાર ના ઘરેણાની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.

તાપી જિલ્લાના સોનગઢમાં સર્વોદયનગર -૨ ના કિરણભાઈ રતનભાઇ કાપોરે (રહે.સર્વોદયનગર-૨, પ્લોટ નં. બી/૧૫૫ સાર્થક હોસ્પિટલની પાછળ સોનગઢ જિ. તાપી ) તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર તેમની સાસરીમાં પરિવાર સાથે ગયા હતા.જે દરમીયાન તારીખ ૧૬/૦૭/૨૦૨૩ ના રોજ સાસરીમાં હતા ત્યારે બપોરના સુમારે ઘરની બાજુમાં રહેતા દિપકભાઇ અર્જુનભાઇ કાપોરેએ કિરણભાઈ ને ફોન કરી કહું હતું કે,ઘરનો દરવાજો ખુલ્લો છે. ત્યારબાદ દિપકભાઇ એ વિડિયો કોલ થી કિરણભાઈ ના ઘર ની અંદરનો ભાગ બતાવ્યો હતો.જેમાં ઘરના નીચેના બેડરૂમમાં મુકેલ કબાટ ખુલ્લો હતો. અને તેમના કપડા નીચે વેર વિખેર પડેલા હતા. જે બાદ કિરણભાઈ ના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા તેઓ તેમના પરિવાર સાથે સોનગઢ ખાતે પરત ફર્યા હતા. નંદુરબાર થી સાંજના સાડા છ થી સાત વાગ્યાના સુમારે ઘરે આવતા તેમણે ઘરની તપાસ કરી હતી.


ત્યારે ઘરમાંથી ત્રણ ગ્રામ સોનાનું પેન્ડલ, પાંચ ગ્રામ સોનાની ચેઇન, ત્રણ ગ્રામ સોનાની બુટ્ટી, ત્રણ તોલા નું સોનાનું મંગળસુત્ર મળી કુલ -૪ તોલા સોનાના ઘરેણા જેની કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા પાંચ તોલા ચાંદીના પગના ઝાંઝર, એક તોલો પગની આંગળીમાં પહેરવાની ચાંદીની વીંટી મળી કુલ છ તોલા ચાંદીના ઘરેણાની કિ.રૂ. ૩,૬૦૦/- તથા બે ઇન્ટેક્ષ કંપનીની સ્માર્ટ વોચ કિ.રૂ. ૨,૦૦૦/- તથા બે સ્પીકર કિ.રૂ. ૨,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૮૭,૬૦૦/- ના મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ કિરણભાઈ એ આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post