Latest News

મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે

Proud Tapi 16 Sep, 2024 07:48 AM ગુજરાત

તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપેલ હોય તેવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકોએ કે સંચાલકોએ નિયત નમૂનામાં માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકતિને આવી મિલ્કત ભાડે આપી શકશે નહિં. ભાડે આપવાના હોય તેવા મકાન/દુકાન/ઓફિસ/ ઔદ્યોગિક એકમોની વિગત, ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. આ હુકમ ૦૯.૧૧.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post