Latest News

ડેડિયાપડમાં અનાજ સગેવગે થઈ રહયું હોવાનું કંટ્રોલમાં જણાવી પોલીસને દોડતી કરી,સ્થળ પર પહોંચેલી પોલીસને....

Proud Tapi 23 Mar, 2024 03:39 PM ગુજરાત

નર્મદા જિલ્લામાં પુરવઠા ગોડાઉન પરથી અનાજનો જથ્થો દુકાન સુધી પહોંચાડવા વાહન માલિકો દ્વારા ટેન્ડર ભર્યા બાદ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાં એક વિઘ્ન સંતોષી કોન્ટ્રાક્ટરે હાલ કામ કરતા કોન્ટ્રાકટર ને હેરાન કરવા પોલીસ ને ખોટી બાતમી આપી હેરાનગતિ કરી હોવાની વાત જાણવા મળી છે.

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તરફ વાહન દ્વારા પુરવઠાનો જથ્થો વહન કરતા એક કોન્ટ્રાકટર શુક્રવારે તુવેરદાળ નો જથ્થો પોતાના વાહન માં લઈ દુકાન પર આપવા જતા અચાનક રસ્તા માં ટેમ્પો બગડી જતાં આ બાબતની જાણ તેણે ગોડાઉન પર કર્યા બાદ બગડેલા ટેમ્પો માંથી જથ્થો બીજા ટેમ્પોમાં ભરતી વેળા એક જૂના અને અદેખીયા કોન્ટ્રાક્ટરે આ રનિંગ કોન્ટ્રાકટર ને હેરાન કરવા નર્મદા પોલીસ કંટ્રોલ માં જાણ કરી દેતા ડેડીયાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કંટ્રોલ ની વદી મુજબ આ ટેમ્પો ને પોલીસ સ્ટેશને લઈ આવી ત્યાં પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટરે પરમીટ બતાવી આ જથ્થો બેનંબરી નથી પણ કાયદેસર હોવાના પુરાવા આપતા પોલીસે કાર્યવાહી બાદ કોન્ટ્રાકટર ને ટેમ્પો સાથે જવા દીધો હતો પરંતુ આવી ખોટી બાતમીના આધારે આ કોન્ટ્રાકટર અને પોલીસ નો આખો દિવસ બગડ્યો હતો ,સાથે સાથે હોળી ના પર્વ માં સમયસર તુવેરદાળ નો જથ્થો દુકાનો પર નહિ પહોંચતા દુકાનદારો અને ગ્રાહકો હેરાન થયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અદેખિયા આ કોન્ટ્રાક્ટરે રનીંગ કોન્ટ્રાકટર ને હેરાન કરવા કંટ્રોલમાં ખોટી માહિતી આપી પોલીસને દોડાવી હતી, ત્યારે આવા વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજીવાર કોઈ વિઘ્ન સંતોષી વ્યક્તિ આ રીતે કોઈ ને હેરાન ન કરે માટે આવા લોકોને શબક શીખવાડવો જરૂરી છે.

પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ નર્મદા પોલીસ કંટ્રોલ ના 100 નંબર ઉપર ફોન કરનાર જીતેંદ્રભાઈ રમણભાઈ વસાવા પહેલા રાજપીપલામા રહેતા ભાવેશભાઈ અગ્રવાલના નામથી ટેંન્ડર ભરતા હતા અને તેમનુ ટેંન્ડર મંજુર થાય તો જીતેંદ્રભાઈ વસાવા નર્મદા જીલ્લામા સસ્તા અનાજની દુકાન ઉપર સરકારી અનાજ પહોચાડવાનુ કામ કરતા હતા અને હાલમા સંજરી ટ્રાંન્સ્પોર્ટનુ ટેંન્ડર મંજુર થયું હોય અને દેડીયાપાડા તાલુકામા સસ્તા અનાજની દુકાનો ઉપર સરકારી અનાજનો જથ્થો પહોચાડતા હોય ,તેના કારણે જીતેન્દ્ર વસાવા પહેલા ની અદાવત રાખી તેમને હેરાન કરવા, આ ટેમ્પા માથી અનાજ બીજા ટેમ્પામા સગે વગે કરવાના ભરતા હોવાના આક્ષેપ કરી ૧૦૦ નબર ઉપર ફોન કર્યો હોવાનું પોલીસને કોન્ટ્રાક્ટરે જણાવ્યુ હતું.

પી.જે.પંડયા (પો.ઈ.-ડેડીયાપાડા)
જ્યારે આ બાબતે ડેડીયાપાડા પીઆઈ પી.જે.પંડ્યા એ જણાવ્યું કે નર્મદા પોલીસ કંટ્રોલમાં વર્દી લખાવ્યા બાદ અમારી પોલીસને જાણ કરતા ડેડીયાપાડા પોલીસ ઘટના સ્થળે  ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે પુરવઠાનો આ જથ્થો પરમીટ વાળો કાયદેસર છે, જેથી અમે કંટ્રોલમાં ખોટી વર્દી આપનાર વ્યક્તિને ખખડાવ્યો હતો.અને ટેમ્પોમાં જથ્થો લઈ આવેલા વ્યક્તિને જવા દીધી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post