આદિજાતિ વસ્તી નું પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં સેવાકાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓની જિલ્લાના દરેક અધિકારીઓ જાત મુલાકાત લઈ, તેમની સેવા પ્રવૃતિમાં યથાયોગ્ય સહયોગ આપે તેવી હૃદય સ્પર્શી અપીલ કરતાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે સરકારી ફરજ ની સાથે સાથે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવા ની મળેલી તક ઝડપી લેવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા અધિકારીઓ સાથે મુક્ત મને ચર્ચા કરતાં કલેક્ટરે સરકારી અમલદારો પણ માનવીય અભિગમ સાથે કાર્ય કરી, સેવા સંસ્થાઓને સહયોગ પૂરો પાડી શકે છે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામે કાર્યરત દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટેની સંસ્થા સહિત માનસિક ક્ષતિ ગ્રસ્ત વ્યક્તિઓની સેવા સુશ્રુષા કરતી સંસ્થાઓનો પરિચય આપતા કલેકટરશ્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
આ અગાઉ કલેક્ટર મહેશ પટેલે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સારવાર લેતા ૧૫૫ જેટલા ટી.બી.ના દર્દીઓને જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓને દત્તક આપી, તેમને પૂરક પોષણ પૂરું પાડવાનું પુણ્ય કાર્ય હાથ ધર્યું હતું. કલેક્ટરે પણ સ્વયં કેટલાક દર્દીઓને દત્તક લઈ સધિયારો પૂરો પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590