ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સ્ટાફના માણસોએ વ્યારા તાલુકાના કેળકુઈ ગામ ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.જોકે કાર ચાલકે પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો.ત્યારે પોલીસે નાસી છુટનાર કાર ચાલક સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા.તેમજ દારૂના જથ્થા સહિત ૪.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ફોરવ્હીલ ગાડી રજી નં. GJ-01-RJ-2872 ની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જશે ભરી નવાપુર બોર્ડર થી નીકળેલ છે અને અંદરના રોડે થઈ આવનાર છે અને રામકુઆ-ઉમરકુઇ રોડ થી પસાર થનાર છે.જે બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસોએ કેળકુઈ ગામ ખાતેથી ગાડી રજી નં. GJ-01-RJ-2872 ને ઝડપી પાડી હતી.જોકે કાર ચાલક નાસી છૂટ્યો હતો.જે બાદ પોલીસ સ્ટાફના માણસોએ કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ નો પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે પોલીસે કૂલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧.૨૦ લાખ તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૪.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નાસી છુટનાર કાર ચાલક,દારૂનો જથ્થો મંગાવનાર,દારૂનો જથ્થો પૂરો પાડનાર અને કાર માલિક એમ મળી કુલ ચાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590