વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશના નિવાસ સ્થાને ગેટની બહાર હોમગાર્ડ જવાન એ પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી.જોકે મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી.અને શોધખોળ કરતા મળી આવી નહોતી ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વ્યારા ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મુનિમ સવજી ગામિત (રહે.ચીખલદા તા.વ્યારા જી.તાપી )એ વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશના નિવાસ સ્થાને ફરજ બજાવે છે.ત્યારે રાબેતા મુજબ પોતાની મોટરસાયકલ રજી. GJ-26-B-6514 લઈને નોકરી પર આવ્યા હતા.અને મોટરસાયકલ ન્યાયધીશના નિવાસ સ્થાનના ગેટની બહાર મોટરસાયકલ પાર્ક કરી હતી.જોકે મોટરસાયકલમાંથી ચાવી કાઢવાની રહી ગઈ હતી.જે બાદ મોટરસાયકલ મળી આવી નહોતી.તેમજ શોધખોળ કરતા પણ મોટરસાયકલ મળી આવી ન હતી.ત્યારે ન્યાયાધીશના નિવાસ્થાના ગેટની બહાર થી જ હોમગાર્ડની મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી.જેને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590