તાપી નદી પરના પૂલ પર યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હતો, જોકે પોલીસકર્મીઓની સતર્કતાથી આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ
મહેશ પાડવી (નિઝર ) : મહારાષ્ટ્ર રાજ્યના તળોદાના ગોપાલ નગરના ખાતે રહેતો યુવક જે નિઝર તાલુકા માંથી પસાર થતી તાપી નદી પરના પુલ પર આત્મહત્યા કરવા પહોંચ્યો હતો.જો કે પુલ પરથી તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ,જોકે તે સમયે નિઝર પોલીસ મથકના જી.આર.ડી જવાન સમયસર પહોંચતા તેમને આત્મહત્યા કરતા અટકાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના તળોદા ખાતે આવેલ ગોપાલનગરના રહેવાસી હર્ષલભાઈ છોટુભાઈ સુર્યવંશીએ હથોડા પુલ પરથી તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નિઝર પોલીસ સ્ટેશનના GRD શંકરભાઈ જીત્યાભાઈ પાડવી અને GRD રાજકુમાર દિલીપભાઈ પાડવીએ સમયસર પહોંચી જઈને તેમને બચાવી લીધા હતા.
પોલીસકર્મીઓ પુલ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે હર્ષલભાઈને નદીમાં કૂદતા જોયા અને તરત જ કાર્યવાહી કરી હતી. તેમની સતર્કતાને કારણે એક જીવ બચી શક્યો છે. ત્યારે હર્ષલભાઈને નિઝર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.તેમજ પોલીસકર્મીઓની સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590