Latest News

સોનગઢના ચોરવાડ ગામની સીમમાં બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને અકસ્માત નડ્યો

Proud Tapi 12 Mar, 2024 02:56 PM તાપી

સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનીઓ ભરેલ પિકઅપ ટેમ્પાને હાઇવા ચાલક એ ટક્કર મારી દેતા અકસ્માતો સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવારે 12 જેટલી વિદ્યાર્થીનીઓને શરીરે ઇજાઓ પહોંચી હતી. તેમજ એક  વિદ્યાર્થીનીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા પરીક્ષા આપી શકી નહોતી.

સોનગઢ તાલુકાના માંડળ ગામ ખાતે આવેલ માંડળ જાગૃતિ શાળાની વિદ્યાર્થીનીઓ ટેમ્પો રજી. નં.GJ -21-Y-9131 માં સવાર થઈને વ્યારા ખાતે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી. સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી પસાર થતી વેળાએ હાઈવા ટ્રક નંબર- GJ-26-T-5002 ના ચાલકે પોતાના કબજાનો હાઇવા ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિદ્યાર્થીનીઓ ભરેલ ટેમ્પો ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પામાં સવાર ૧૨ જેટલી વિદ્યાર્થીનીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.પરંતુ  પ્રતીક્ષા મુકેશ ગામીત નામની વિદ્યાર્થીની ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે પરીક્ષા આપી શકી નહોતી. જોકે બાકીની વિદ્યાર્થીનીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડી દેવામાં આવી હતી જેથી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી શકી હતી. અકસ્માતને લઈને હાઇવા ટ્રક ચાલક ગુરયા રમણ ગામીત (રહે. ગુણસદા,તા.સોનગઢ જી.તાપી ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સોનગઢ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post