અમદાવાદ નવરંગપુરામાં કર્મચારીઓએ પોતાના માલિક સાથે ગદ્દારી કરીને ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની ઘટના સામે આવી છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ગુલમહોર ખાતે રહેતા પ્રતિક સોનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યશ સોની, હાર્દિક કાનાની અને અમિત ભાલાણી વિરૂદ્ધ ૭૦ લાખના છેતરપિંડીની ફરિયાદ કરી છે. પ્રતિક સોની મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુતાના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી વસ્ત્રાપુર ખાતે પરિવાર સાથે રહે છે. પ્રતિક સોની વર્ષ ૨૦૧૪થી સીજીરોડ પર થર્ડ આઇ થ્રી કોમ્પલેક્ષમાં આરવ જ્વેલર્સ નામથી સોના-ચાંદીનો ધંધો કરે છે. સવારે ૧૧ વાગે પ્રતિક સોની શોપ આવે છે અને રાતે ૮.૩૦ સુધી રહે છે. આરવ જ્વેલર્સમાં કુલ ચાર કર્મચારીઓ કામ કરે છે, જેમાં એક હાર્દિક કાનાની છે, જે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. હાર્દીકનું કામ એકાઉન્ટ, બુંકિગ તેમજ ડિલિવરીની એન્ટ્રી કરવાનું છે. આ સિવાય અમિત ભાલાણી દોઢ વર્ષથી નોકરી કરે છે, જેનું કામ એકાઉન્ટને લગતુ કામ છે. ત્યારે ત્રીજો યુવક યશ સોની છે જે ચાર મહિનાથી નોકરી કરતો હતો. યશ સોનીનું કામ ડિલિવરી તેમજ બુકિંગ કરવાનું છે. પ્રતિકની શોપ પર વેચાણ માટે રહેતુ સોનુ ડ્રોવરમાં રાખેલુ હોય છે, જેની ચાવી હાર્દિક તથા યશ પાસે હોય છે. જ્યારે કોઇ વેપારી દ્વારા આરટીજીએસ દ્વારા પેમેન્ટ કરે છે ત્યારે તેને સોનાની ડિલિવરી આપવાની હોય છે. યશ સોની દ્રારા સોનાની ડિલિવરી આપવામાં આવે છે. આ સિવાય અભિષેક શર્મા નામનો યુવક પણ બે મહિના પહેલા નોકરી લાગ્યો હતો,
જે હાલ તમામ કામગીરી શીખી રહ્યો છે. મહિને એકાદ વખત પ્રતિક બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરે છે અને હિસાબ જાેતો હોય છે. બે દિવસ પહેલા પ્રતિકે શોપ પર આવીને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરેલા હીસાબો ચેક કરતો હતો. હિસાબ જાેતાની સાથેજ એક વેપારી જૈન ચેઇનના હિસાબમાં ૫૦૦ ગ્રામની ડિલિવરી વધારે દર્શાવી હતી. ૫૦૦ ગ્રામની સોનાની ડિલિવરી મામલે પ્રતિકે બેંકનું સ્ટેમેન્ટ ચેક કર્યુ હતું, જેમાં ખબર પડી હતી કે જૈન ચેઇનની કોઇ રકમ જમા થઇ નથી. પ્રતિકે હાર્દિક કાનાની પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, સોફ્ટવેરમાં ભુલથી એન્ટ્રી થઇ ગઇ છે. પ્રતિકે ફરીથી હિસાબ ચેક કર્યો હતો જેમાં કોઇ ભુલ નહીં થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પ્રતિકને શંકા થતા તેણે હાર્દીકને ગુસ્સામાં પુછ્યુ હતુ, જ્યાં તેણે કબુલાત કરી હતી કે, યશ સોનુ ૫૦૦ ગ્રામ સોનુ લઇને જતો રહ્યો છે. પ્રતિકે બીજા કર્મચારી અમિતની પણ પૂછપરછ કરી હતી, જેમાં તેણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યુ હતું.પ્રતિકને શંકા જતા તેણે શોપના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.
સીસીટીવી કેમેરામાં સામે આવ્યુ કે, યશ સોનીએ ૩ ફેબ્રુઆરીના રોજ ડ્રોવરમાંથી સોનાની ચોરી હતી અને બાદમાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી હતી. પ્રતિકે આ મામલે તેના મિત્રોને વાત કરી હતી, જે તમામ યશના ગામડે ગયા હતા. યશ પોતાના ગામડે મળી આવતા તેણે ૫૦૦ ગ્રામ સોનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. યશે પ્રતિકને જણાવ્યુ હતું કે, સોનુ વેચ્યા બાદ ૧૭ લાખ હાર્દિકને, બીજા ૧૭ લાખ અમિતને આપ્યા હતા અને ૧૨ લાખ રૂપિયા મારી પાસે રાખ્યા હતા. યશે તેના ઘરમાં છુપાવેલા ૧૨ લાખ રૂપિયા પ્રતિકને પરત આપી દીધા હતા.પ્રતિકે અમિત અને યશને ફોન કરીને પુછ્યુ તો તેમણે પણ રૂપિયા મળ્યા હોવાની કબુલાત કરી હતી. પ્રતિકને શંકા થતા તેણે વધુ હિસાબો ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યુ હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ સોનાની ચોરી કરી હતી. યશ તેના કર્મચારીઓ સાથે મળીને ૧૪૦૦ ગ્રામ સોનાના બીસ્કીટની ચોરી કરી હતી, જેમાં ૫૦૦ ગ્રામ બીસ્ટીકની રકમ પરત આપી હતી. જ્યારે ૯૦૦ ગ્રામ બીસ્કીટની રકમ હજુ સુધી પરત આપી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590