Latest News

સાસરિયામાં પરિણીતાને ત્રાસ આપી,ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા,બારડોલી ૧૮૧ અભયમ મદદે

Proud Tapi 24 Nov, 2023 07:32 AM ગુજરાત

મહુવા તાલુકાના  એક ગામમાં પરિણીતાને સાસરિયા ઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી.જે બાદ  પરિણીતાએ ૧૮૧ અભાયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ત્યારે ૧૮૧ અભયમ ટીમ પીડિત મહિલાની મદદે પહોંચી હતી.અને સાસરિયાઓનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર,મહુવા તાલુકાના ગોપલા ગામ માં રહેતી એક મહિલાને  તેમના સાસુ સસરા એ નજીવી બાબતે ઝગડો કર્યો હતો.અને સસરા એ નશાની હાલતમાં પીડિતા પર હાથ ચાલાકી કરી ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું અને  ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પીડિતાએ બારડોલી ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબત જણાવી હતી.જે બાદ ૧૮૧ અભયમ ટીમ મદદે પહોંચી હતી.અને સ્થળ પર જઈને સાસરિયાઓ નું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.તેમજ  કાયદાકીય સમજ આપી હતી અને  વહુ સાથે હાથ ચાલાકી કરવી એ ગુનો બને છે,અને ઘરમાંથી બહાર  કાઢી નહિ શકાય એવી સમજ આપવામાં આવી હતી. અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી સમગ્ર સમજ આપવામાં આવતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post