૩૦ દેશોના ૬૪ પર્યટકોએ ‘મેઘ મલ્હાર પર્વ’નો લાભ લીધો
સહ્યાદ્રિ પર્વતમાળા ની ગોદમાં વસેલા ખૂબસૂરત ગિરિમથક સાપુતારાના મેઘ મલ્હાર પર્વ માં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટ્યા છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા.TCGLના મોન્સૂન ફેસ્ટિવલના આયોજનને બિરદાવતા બાંગ્લાદેશની યુવા પર્યટક વિશાખા શર્મા એ,સાપુતારાની સુંદરતાના બે મોઢે વખાણ કર્યા હતા.તો અફઘાનિસ્તાન થી સાપુતારા આવેલી યુવતી મનાર મેહમુદ મોહમ્મદ અહેમદઅલીએ પણ ટુરિઝમના વિકાસ માટે સ્ટેટ ગવર્મેંન્ટના પ્રયાસોને માસા અલ્લાહ કહીને સરાહના કરી હતી.
ઉલેખનીય છે કે, સાપુતારાના મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩ ને માણવા માટે ૩૦ જેટલા દેશોના ૬૪ જેટલા યુવા પર્યટકો અત્રે પધાર્યા હતા. TCGLના મહેમાન બનેલા આ પ્રવાસી પંખીઓ, શ્રીલંકા, બુરૂન્ડી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, સિરીયા, નાઈજીરિયા, નેપાળ, અંગોલા, મડાગાસ્કર, સોમાલિયા, મ્યાનમાર, મોરેશિયસ, ધ ગામબીયા, મલાવી, યમન, ઈજિપ્ત, કમ્બોડિયા, યુગાન્ડા, બોટસવાના, કેન્યા, તુર્કમેનિસ્તાન, ફિજી, રશિયા, ફ્રાન્સ, ડીજીબૌતી, ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, સહિત કોટે ડીલ્વોરે જેવા દેશો માથી ઊડીને આવી, સહ્યાદ્રીની ગોદમાં વિહાર કરી ગયા છે.
ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા સાપુતારાના મહેમાન બનેલા આ વિદેશી પર્યટકોને સાપુતારા સહિત ડાંગના નૈસર્ગિક પ્રવાસન સ્થળોથી પણ માહિતગાર કરાવ્યા હતા, તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590