સોનગઢના સેલ્ટીપાડા ગામમાં ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કર ને જોડીને લઈ જતી વખતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું,જ્યારે ક્લીનરને પણ ઇજાઓ થઈ હતી.
નર્મદા જિલ્લાના દિનેશભાઇ શંકરભાઇ વસાવા (રહે.પીપલાપાણી ગામ નિશાળ ફળિયું તા .સાગબારા જી.નર્મદા ) તથા તેની સાથે કલીનર સ્ટીફનભાઇ પ્રકાશભાઇ વસાવા (રહે.પીપલાપાણી તા.સાગબાર જી.નર્મદા) સેલ્ટીપાડા ગામે તાપી ડેમ ના ફુગાવામાં પાણી ટ્રેક્ટર નં.GJ-19-B-2758 લઈ પાણીનું ટેન્કર માં પાણી ભરીને જુના સેલ્ટીપાડા ગામની સીમમાં આવેલ બોરદા-ઉકાઈ રોડ ઉપર નવા પુલનું બાંધકામ ચાલે છે, ત્યાં નવા પુલ ના બાંધકામ માટે લઈને જઈ રહ્યા હતા તે વખતે ઢાળ ઉતરતી વખતે દિનેશ વસાવા એ ગફલત ભરી રીતે હંકારી ટ્રેક્ટર પર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો.ત્યારે ટ્રેકટર તથા તેની સાથે જોડેલ પાણીનું ટેન્કરને પલટી મારી ગયું હતું. અકસ્માતમાં દિનેશભાઈ વસાવા ને છાતીના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી તેમજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.અને કલીનર સ્ટીફનભાઇ પ્રકાશભાઇ વસાવાને જમણા પગે ઇજા પહોંચી હતી.આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી,પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590