તાપી જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ભંગ કરી રહ્યા છે ,જેના કારણે અકસ્માત પણ સર્જાતા જોવા મળી રહ્યાં છે.ત્યારે આ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ આકરા પ્રહારે જોવા મળી રહી છે.વ્યારાના ડોલારા ગામ નો એક ઈસમ ત્રણ મહિનામાં ત્રણ વખત પકડાયો હતો.ત્યારે પોલીસે તેમના લાયસન્સ રદ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વ્યારા તાલુકાના ડોલારા ગામના સંજય ચીમન ગામીત નામના વ્યક્તિ છેલ્લા ત્રણ મહિનામાં જોખમી રીતે વાહન હંકારતા ત્રણ વાર પોલીસના હાથે ટ્રાફિક ચેકિંગ દરમિયાન કોઈ પણ જાતના કાગળિયા વિના પકડાઈ આવ્યો હતો.તેની સામે વાલોડ ખાતે 2 અને વ્યારા ખાતે 1 એમ મળી કુલ ત્રણ વખત પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ત્રણ વખત પોલીસ એ પકડેલ હોવા છતાં પણ સંજય ગામીતે તેના ડ્રાઇવિંગ લાયસન્સ માં કોઈ પણ સુધારો કર્યો ન હતો.જેને ધ્યાને લઈ તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સંજય ગામીત નું લાયસન્સ રદ કરવા વ્યારા ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી.ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590