માછીમારોને વ્યવસાય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માછીમારોના જહાજ પર એક લાખ ટ્રાન્સપોન્ડર લગાવશે. નવી દિલ્હીમાં ફિશરીઝ સેક્ટરમાં એપ્લિકેશન ઓફ સ્પેસ ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા, મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ માછીમાર દરિયાઈ સરહદ પાર કરશે તો બોટ પર લગાવેલું ટ્રાન્સપોન્ડર એલર્ટ આપશે. તેમણે કહ્યું કે, દેશમાંથી વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાની માછલી સહિતની દરિયાઈ પેદાશોની નિકાસ થાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના લગભગ ત્રણ કરોડ લોકો આ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે અને સરકાર માછીમારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590