ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારતીય જન સેવા સંસ્થા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, શિંગાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. શાળા આચાર્ય હિતેશભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે શાળાના ક્લાર્ક તરુણભાઈ ના જન્મદિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા તેમને વૃક્ષની ભેટ આપીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ મહિમા રજૂ કરવા સાથે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના જુનિયર ક્લાર્ક તરુણસિંહ પરમારના જન્મ દિવસ નિમિત્તે શાળા પરિસરમાં ૨૨૮ વિદ્યાર્થીઓ તથા ૧૦ કર્મચારી મળી કુલ ૨૩૮ બાળવૃક્ષનું વાવેતર કરાયુ છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અવસરે દરેક કર્મચારી તથા વિદ્યાર્થીઓએ પોતે વાવેલ છોડની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590