વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૫૩ ઉપરથી કતલખાને લઈ જતા પશુઓ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા હતા,તેમજ 19 નંગ ભેંસને ઉગારી લેવામાં આવી હતી.અને પશુઓ તથા ટ્રક એમ મળી ૯.૭૬ લાખ કરતા વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બરે વાલોડ પોલીસ સ્ટાફના માણસોને વર્દી આપી હતી કે,બાજીપુરા બાયપાસ નજીક હાઇવે રોડ ઉપર ભેંસો ભરેલી ટ્રક પકડાયેલ છે.તેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.જે બાદ વાલોડ પોલીસ સ્ટાફના માણસો બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો ને.હા.નં.૫૩ ના સોનગઢ થી બારડોલી તરફ જતા ટ્રેક ઉપર નીલકંઠ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા.અને ટ્રક રજી.નંGJ-27-TD-7304 ની તપાસ કરવામાં આવી હતી.ત્યારે તેમાંથી કતલખાને લઇ જવામાં આવતી ૧૯ ભેંસ મળી આવી હતી. જે બાદ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર શરીફ મજરહુસેન શેખ (રહે.સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા)તથા સાહિલ હુસેનનબુ પીંઢારા(રહે. ચાંદનસર તા. સિદ્ધપુર જી.પાટણ)ની અટકાયત કરી હતી. તેમજ 19 નંગ ભેંસને ઉગારી લેવામાં આવી હતી. ૧૯ નંગ ભેંસ જેની કિંમત રૂપિયા ૨.૭૦ તથા ટ્રક જેની કિંમત રૂપિયા ૭ લાખ તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૬ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૯.૭૬ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ટ્રકમાં ભેંસ ભરી આપનાર મોહમ્મદ ઓવેશ ખાન યાસીન ખાન હપાની(રહે.સિપાઈ વાસ તા.પાલનપુર જી.બનાસકાંઠા )ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વાલોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590