Latest News

નિઝર ઉચ્છલ રોડ પર રૂમકીતલાવ ગામના પુલ પર બે મોટર સાયકલ સામ સામે અથડાતાં બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે કરૂણ મોત

Proud Tapi 12 Apr, 2023 11:03 AM તાપી

નિઝર - ઉચ્છલ રોડ પર આવેલ રુમકીતલાવ ગામના પુલ પર બે મોટર સાયકલ સામસામે અથડાતા બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિઝર ઉચ્છલ રોડ પર ગત ૧૧  એપ્રિલના રોજ સાંજના સમયે અંબાલાલ તુકારામ પટેલ રહે.ચિચોદ તા.નિઝર)નો સાળુ ભાઈનો દીકરો સંતોષ રતિલાલ પટેલ (૩૮)રહે. બાલદા તા.કુકરમુંડા જી.તાપી જે મોટર સાયકલ નંબર : જીજે ૧૯ એસ ૫૦૨૫  પર બેસીને પૂર પાટ ઝડપે અને ગફલત ભરી રીતે  ચલાવી  નિઝર થી ઉચ્છલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રુમકીતલાવ ગામના પુલ પર સામેથી પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે આવતી મોટર સાયકલ નંબર જીજે ૦૫ એચએક્ષ ૧૮૦૨ પર સવાર અજય ગાવીત સાથે અથડાતા બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.
         

નિઝર ઉચ્છલ રોડ પર ગત રાત્રિના આશરે ૦૮:૩૦ વાગ્યાના  સમયે  સંતોષ રતિલાલ પટેલ જે મોટર સાયકલ નંબર : જીજે ૧૯ એસ ૫૦૨૫ લઈ ઉચ્છલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા અજય ભમટ્યા ગાવીત (૨૬)રહે.ખલી ભરડી તા.નવાપુર જિ.નંદુરબાર ની   મોટર સાયકલ નંબર જીજે ૦૫ એચએક્ષ ૧૮૦૨ પર ઉચ્છલ થી નિઝર તરફ આવતા હતા ત્યારે બંને બાઇક ચાલકો પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામ સામે મોટર સાઇકલ  અથડાતા બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે મોટર સાયકલ પર સંતોષ રતિલાલ પટેલ સાથે સવાર હિતેશ અંબાલાલ ચૌધરીને પણ પગના ભાગે અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી.અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા અને કોઈ એ ૧૦૮ ને ફોન કરી બોલાવી હિતેશ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે અંબાલાલ પટેલ ની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામે સરકાર દ્વારા એક અલગથી ૧૦૮ ફાળવવામાં આવી છે,જ્યારે આ ૧૦૮ માત્ર દિવસના ૧૨ કલાક એટલે કે સવારના ૮ વાગ્યા થી સાંજના ૮ વાગ્યા સુધી જ ચાલુ રહે છે.ગત રોજ  રૂમકીતળાવ ખાતે થયેલા  બાઇક અકસ્માતમાં જો રૂમકીતળાવ ખાતે આવેલ ૧૦૮ ચાલુ રહેતે તો કોઈ એક બાઇક ચાલાકનો જીવ બચી જતો  તેવું  સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે રૂમકીતળાવ ખાતે ફાળવેલી  ૧૦૮ ને પણ ૨૪ કલાક સેવા માટે ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post