કાશ્મીર ખીણના પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટર માં આતંકવાદીઓ માર્યા ગયા હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકનું નામ રિયાઝ ડાર અને બીજા માર્યા ગયેલા આતંકવાદી નું નામ ખાલિદ છે. આતંકીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે.સુરક્ષા દળોને હજુ પણ ઘણા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું છે કે પુલવામાના લારો પરી ગામ વિસ્તારમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે.
ભારતીય સેના,સીઆરપીએફ અને કાશ્મીર પોલીસને પુલવામાના પરિગામ નીવામાં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ વિશે ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી. આ પછી, ત્રણેય દળોએ સંયુક્ત કાર્યવાહી કરીને,આતંકવાદીઓને પકડવાનું અભિયાન શરૂ કર્યું. સુરક્ષા દળોએ તરત જ આતંકીઓના ઠેકાણાની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરતા ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું.
સુરક્ષા દળોએ પહેલા આતંકવાદી ઠેકાણાને અડીને આવેલા ઘરના લોકોને સલામત સ્થળે લઈ ગયા. આ પછી જવાબી કાર્યવાહી માં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.એન્કાઉન્ટર હજુ ચાલુ છે.આ પહેલા 5 ઓગસ્ટના રોજ રાજૌરીમાં ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590