સોનગઢ ના માંડળ ટોલનાકા ખાતે થોડા દિવસ તરબૂચની આડમાં લઈ જવાતો દારૂ સાથે બે ઝડપાયાં હતા.તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારે ઉકાઈ પોલીસે આ દારૂના ગુનામાં સંડોવાયેલ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત દિવસોમાં તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે માંડળ ટોલનાકા ખાતે વોચ ગોઠવી હતી .અને ટેમ્પા માં ભરેલ તરબુચ ની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થા સાથે મધુકર આનંદા માળી તથા શરદ ઓમકાર શીલક ની અટકાયત કરી હતી.તેમજ ટેમ્પા તથા દારૂના જથ્થા સહિત ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર વીક્કી તથા દારૂનો જથ્થો મંગાવનાર ઉમેશ સુભાષ માંડોળે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારે ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી સોનગઢ પોલીસ મથકે આ દારૂના ગુનામાં સંડોવાયેલ ઉમેશ ઉર્ફે સુભાષ માંડોળે (ઉ. વ.૩૯)ની અટકાયત કરી હતી. તેમજ ઉકાઈ પોલીસે આરોપીની અટકાયત કરી,સોનગઢ પોલીસ ને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590