કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત ગુરૂવારે સવારે શરૂ થયેલા વરસાદના કારણે શુક્રવારની સાંજ સુધીમાં 25 ઈંચથી વધુ વરસાદ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ વહીવટી તંત્ર સાથે વરસાદની સ્થિતિ અંગે એક બેઠક પણ યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે શ્રી માંડવિયાએ અધિકારીઓને સૂચનો કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ માંડવિયાએ જે વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની હતી તેવા પોરબંદરના રાજીવનગર, બોખીરા, તુંમડા વિસ્તારની મુલાકાત લઈ સ્થળ પર તમામ અધિકારીઓને પરિસ્થિતિને સામાન્ય બનાવવા જરૂરી સૂચન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590