વાલોડ પોલીસ મથકે ત્રણ મહિના અગાઉ મોબાઈલ ચોરીની ફરિયાદ ના આધારે પોલીસ મોબાઈલ સહિત બે ચોરટાઓને ઝડપી લીધા હતા.જેસીંગ પુરાના પ્રેમચંદ બાલુરામભાઈ શાહુનો વિવો કંપની નો મોબાઇલ (જેની કિં.રૂ.૫૦૦૦/-) જામણીયા ચોકડી પાસે તેમની ઈકોગાડી માંથી ચોરી થઈ ગયો હતો જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ વાલોડ પોલીસે ચોરીના મોબાઈલ ના IMEI રન કરી કોલ ડીટેલ મેળવી ટેકનિકલ વર્ક આઉટ ના આધારે ચોરી થયેલ મોબાઈલ સાથે જીતેન્દ્રભાઈ બાબુભાઈ કુમાવત (રહે. તાડ ફળીયા,કલકવા તા.ડોલવણ જી.તાપી)ને ઝડપી પાડ્યો હતો.જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,જીતેન્દ્ર ને ચોરી નો મોબાઇલ તેમના ઓળખીતા વિનોદ લાદુ શાહ (રહે. બેડચીત તા.ડોલવણ જિ.તાપી)એ આપ્યો હતો.જે બાદ વિનોદ શાહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિનોદ એ સ્વીકાર્યું હતું કે,જામણીયા ગામે ચાર રસ્તા પાસેથી ઈકો ગાડી માંથી મોબાઈલ ચોરી જીતેન્દ્રને વેચ્યો હતો.બંને ઇસમોની અટક કરી વાલોડ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.મોબાઇલ ચોરીના વધુ કોઈ ભેદ ઉકેલાય તેવું માનવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590