રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, અને સુબિર તાલુકા માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોમાં જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લાની ગ્રામજનો દ્વારા પણ ‘મારૂ ગામ, સ્વચ્છ ગામ’ની શપથ લેવાઇ રહી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ગાઢવી ગામમાં ગ્રામજનો દ્વારા સામૂહિક રીતના સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગાઢવી ગામની મહિલાઓ, યુવાઓ તેમજ શાળાના બાળકો દ્વારા ગામની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ગામને સ્વચ્છ બનાવી ગ્રામજનો દ્વારા ‘મારૂ ગામ, સ્વચ્છ ગામ’ની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590