વ્યારા નગરના ગોલવાડ અને બાલપુર એમ બે સ્થળે રેડ કરી પોલીસે કુલ રૂ.૬,૭૨૦/- નો મુદ્દામાલ કબજે કરી,૪ જુગારીઓને ઝડપી પાડી ,૪ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વ્યારા પોલીસે બાલપુર હાઇસ્કુલ ફળિયામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ની સામે વડના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોની અટક કરી. જોકે ૪ ઈસમો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી (૧)અમિતભાઈ રવિન્દ્રભાઈ ગામીત (રહે. હાઈસ્કૂલ ફળિયુ,વ્યારા તા.વ્યારા જી.તાપી ),(૨) કિરણભાઈ મૂળિયાભાઈ ગામીત (રહે. હાઈસ્કૂલ ફળિયુ,વ્યારા તા.વ્યારા જી.તાપી ),(૩) હરેશભાઈ છાનાભાઈ ચૌધરી (રહે. ભવાની ફળિયુ, વાંદરદેવી તા.વ્યારા જી.તાપી) એમ મળી કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ નાસી છૂટેલ (૧) જીગ્નેશભાઈ ફતેસિંગભાઈ ગામીત (રહે. વાણીયા ફળિયુ, ગામ. બાલપૂર તા.વ્યારા જી.તાપી),(૨) અરૂણભાઇ નગીનભાઈ ગામીત (રહે. હાઈસ્કૂલ ફળિયુ,વ્યારા તા.વ્યારા જી.તાપી ),(૩) વિજયભાઈ રાજેશભાઈ ગામીત(રહે. હાઈસ્કૂલ ફળિયુ,વ્યારા તા.વ્યારા જી.તાપી ),(૪) સમૂએલભાઈ રઘુભાઈ ગામીત (રહે. હાઈસ્કૂલ ફળિયુ,વ્યારા તા.વ્યારા જી.તાપી ) એમ મળી કુલ ૪ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ રોકડ રૂ.૧૯૨૦/- કબ્જે કર્યા હતા.
બીજા બનાવમાં વ્યારાના ગોલવાડ પાણીની ટાંકી પાસે વરલી મટકાનો જુગાર રમાડતા રમેશભાઈ જગુભાઈ રાણા (રહે. ગોલવાડ પાણીની ટાંકી સામે,વ્યારા તા.વ્યારા જી.તાપી)ની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ રોકડા રૂ.૪,૩૦૦/- તથા મોબાઈલ નંગ -૧ જેની કિં.રૂ.૫૦૦ /- હોય એમ મળી કુલ ૪૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.વ્યારા પોલીસે બંને ગુન્હા અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590