વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ વિરપુર ફાટક પાસે મોટર સાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે મોટર સાયકલ પર સવાર બંને ઇસમો નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સહિત ૩૯ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વ્યારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન ફરતા ફરતા વિરપુર બાયપાસ હાઈવે રોડ ઉપર ઉભા રહ્યા હતા.તે વેળાએ એક મોટરસાયકલ પર સવાર બે ઇસમોના વચ્ચેના ભાગે ખાતરના બે કોથળા મુકી પસા૨ થતા,બંને ઇસમો ઉપર પોલીસને શંકા ગઈ હતી.જે શંકાના આધારે પોલીસ સ્ટાફના માણસો મોટરસાયકલ નો પીછો કરી ઉભા રહેવા ઈશારો કરવા છતાં મોટરસાયકલ ચાલક ઉભા રહ્યા નહોતા. અને થોડે આગળ વિરપુર ફાટક નજીક આવતા બમ્પર પાસે મોટર સાયકલ છોડી અંધારાનો લાભ લઈ બંને ઈસમો નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે મોટરસાયકલ રજી.નંબર-GJ-05-SL-2305 તથા દારૂનો જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા ૩૯,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ મોટર સાયકલ પરથી નાસી છુટનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590