વ્યારાની સહયોગ ફાઈનાન્સ કંપનીના માલિક દ્વારા મહુવાના યુવકને લોન આપવાની લાલચ આપી પ્રોસીજર માટે ડિપોઝિટ/ ફાઈલ ચાર્જના નામે રૂ.૧,૫૭,૫૦૦/- પડાવી લીધા બાદ પણ લોન કે ડિપોઝિટના નાણાં પરત ન આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.
વ્યારાના સહયોગ ફાઈનાન્સ કંપનીના માલિક દિગંતભાઈ ગામીત (રહે.દુકાન નં.એ - ૧૦૬ અંબાજી કોમ્પલેક્ષ,ઉનાઈ રોડ વ્યારા તા.વ્યારા જી.તાપી )એ જયનીલ વિનોદભાઈ પટેલ(રહે. કણબીવાડ ફળીયુ, ગામ.ગાંગડીયા તા.મહુવા જી.સુરત ગ્રામ્ય )ને પશુપાલનના વ્યવસાય માટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની લોન આપવાની લાલચ આપી હતી.જે બાદ જયનીલભાઈ ને વિશ્વાસમાં લીધો હતો. લોન પ્રોસીજર માટેના ડીપોઝીટ/ફાઇલ ચાર્જ લેવા ના હોતા નથી.તેમ છતાં જયનીલભાઇ પાસે લોન પ્રોસીજર માટે ડિપોઝિટ/ફાઇલ ચાર્જ ના નામે રૂ.૧,૫૭,૫૦૦/- પડાવ્યા હતા.અને એ નાણાંનો દિંગતભાઈ એ પોતાના અંગત ઉપયોગ કર્યો હતો.
ત્યારબાદ નાણાં આપ્યાને ૭-૮ મહિના વીતી ગયા હોવા છતાં પણ લોન ન મળતા, જયનિલ પટેલ એ રૂ. ૧,૫૭,૫૦૦/- પરત માંગ્યા હતા ત્યારે માલિક એ રૂ.૧,૩૦,૦૦૦/- નો એચ.ડી.એફ. સી. બેંકનો ચેક આપ્યો હતો,જે ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. સહયોગ ફાઈનાન્સના માલિક દીગંતભાઈ ગામીત દ્વારા છેતરપિંડી કરવામાં આવતા જયનિલ પટેલ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે બાદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590