વાંકા ચાર રસ્તાએ વરલી મટકાના અંક પર જુગાર રમાડનાર માસ્ટર માઇન્ડ સાહેબરાવ કોણ ..?
નિઝર તાલુકાના વાંકા ચાર રસ્તા પર મુંબઈથી નીકળતા વરલી મટકાના અંક પર મોટા પ્રમાણમાં સટ્ટો(જુગાર )રમાડવામાં આવી રહ્યો છે.અહીં માત્ર ગુજરાત રાજ્ય જ નહીં ,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યના લોકો પણ વરલી મટકાનો જુગાર રમવા આવે છે.સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આખે આખું નેટવર્ક સુવ્યવસ્થિત ઢબે ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.વાંકા ચાર રસ્તા વિસ્તાર ખાતે રહેતો, આ સાહેબરાવ દ્વારા આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.ત્યારે સ્થાનિક પોલીસ આ આંકડા બજાર નું નેટવર્ક ચલાવનાર સામે કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે ,કે નિઝર તાલુકાના મોટા ભાગની પ્રજા મજૂરી કરીને જીવન ગુજરાન કરે છે,ત્યારે આ વિસ્તારની કેટલીક પ્રજા આ આંકડા(સટ્ટા) બજારના રવાડે ચડી છે.દિવસ દરમિયાન જે કઈ કમાણી થાય તેની પચાસ ટકા જેટલી રકમ આ આંકડા (સટ્ટા) બજારમાં રમી જતાં હોય છે.જેના કારણે તેમના પરિવારમાં રોજે રોજ ઝઘડો પણ થતાં હોય છે ,ત્યારે આ દૂષણ ને દૂર કરવા સ્થાનિક પોલીસે આ સાહેબરાવ જેવા માસ્ટર માઇન્ડ સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.હવે જોવાનું એ રહ્યું કે,સ્થાનિક પોલીસ વરલી મટકાના અંક પર જુગાર રમાડનાર માસ્ટર માઇન્ડ સાહેબરાવ સામે કાર્યવાહી કરે છે ,કે પછી તેને બચાવવાનો પ્રયત્ન કરે છે ,તે જોવું જ રહ્યું..!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590