તાપી જિલ્લાના ઉપરવાસમાં પાડેલા ભારે વરસાદ ને કારણે તાપી જિલ્લા માંથી પસાર થતી જાખરી અને વાલ્મિકી નદીઓ ગાડીતુર બની હતી.વ્યારા અને વાલોડ તાલુકા માંથી પસાર થતી જાખરી અને વાલ્મિકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.જાખરી અને વાલ્મિકી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત વાલોડ તાલુકા તેમજ વ્યારા તાલુકાના નદી કિનારાના ગામો થયા હતા.હાલ તંત્ર દ્વારા નદી કિનારાના ઘરોમાં ફસાયેલા લોકોને વ્યારા ફાયર બ્રિગેડ તેમજ એસટીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વ્યારા તાલુકાના છીંડીયા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.
ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી. તેમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. મકાનો જળમગ્ન બનતાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. તેમજ વ્યારાનું છીંડીયા ગામ જળબંબાકાર થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે. વાલોડથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ઘરોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં તારાજી જેવા દશ્યો જોવા મળ્યા હતા.ભારે વરસાદને તાપી જિલ્લા કલેકટર દ્વારા શાળાઓમાં આપવા સૂચના આપી દેવામાં આવી હતી. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મીંઢોળા નદી,વાલ્મીકી નદીઓમાં નવા નીરની આવક સાથે ઘોડાપુર આવ્યા છે.ગામના મુખ્ય રસ્તાઓ પર ગળાડૂબ પાણી ભરાયા છે.પરિણામે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.આ ઉપરાંત, ઘરની બહાર અને અંદર પણ પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.વાલોડ માંથી પસાર થતી વાલ્મીકી નદી ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી થઇ છે.જેના કારણે અહીંના પુલ ફળિયા સહીત નજીકના ફળિયાઓ બેટમાં ફેરવાયા છે.હાલ પાણી ઓસરતા લોકોએ રાહનો સ્વાસ લીધો હતો.
નાલોઠા,આંબાય,વિરપોર અને વેડછી ગામે લોકોના ઘરો પાણી ભરાઈ જતા એસ.ડી.આર.એક ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.હાલ ૫ વાગ્યા સુધીમાં પાણી ઓસરતા લોકોએ રાહનો સ્વાસ લીધો હતો.હાલ જિલ્લાના ૮૯ રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકોની સુરક્ષા હેતુ અને ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590