વઘઇના નાનાપાડા ગામમાં પત્નીએ છૂટાછેડા કરી,બીજા લગ્ન કરતાં ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ પત્ની ને ધમકી આપી ત્યાર બાદ હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના વિજયભાઇ મંગુભાઇ ધુમ (રહે.નાની દાબદર(લાહન દાબદર), તા.વઘઇ, જી.ડાંગ)ની પત્ની જ્યોતિબેન સાથે અવાર-નવાર ઝઘડો થતો હતો.અને પતિ જ્યોતિબેન સાથે મારપીટ કરતા હતા. જે બાદ જ્યોતિબેને 3 થી 4 માસ અગાઉ છૂટાછેડા લીધા હતા.અને જ્યોતિ એ પ્રવીણભાઈ રાયેજભાઈ ગવળી (રહે.ગુંદવહળ પોસ્ટ, નડગચોંડ, તા.વઘઇ, જી.ડાંગ )સાથે એક માસ અગાઉ લગ્ન કર્યા હતા.બીજા લગ્નની જાણ પૂર્વ પતિ વિજય ઘૂમને થતા આઠેક દિવસ અગાઉ ઘરે આવી જ્યોતિ ને ધમકી આપી હતી કે,પતિને છોડીને મારી પાસે આવી જા, નહીં તો જાનથી મારી નાખીશ.
ત્યારે પ્રવીણભાઈ અને જ્યોતિબેન બાઈક પર સવાર થઈ નાનાપાડા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર્વ પતિ વિજય ધૂમએ તેમની બાઈક રોકી પત્ની ઉપર ધારિયાથી હુમલો કરી હાથના કાંડા ઉપર,ચહેરા ઉપર તથા શરીરના બીજા ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ત્યારે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ અંગેની ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોંધાઈ છે.જે અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590