વાકલા ગામના સરપંચ અને ઉપસરપંચ ના કહેવાથી વૃક્ષો કાપેલા છે : લાકડા ચોર |
તાપી જિલ્લો આશરે ૭૦ ટકા વનથી ઘેરાયેલો છે, ત્યારે ડોલવણ તાલુકામાં લાકડા ચોરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.ડોલવણ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી લાકડાચોરો વૃક્ષો કાપીને બારોબાર લાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે.
ગતરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાકલા જૂથ ગ્રામ પંચાયતનું ગામ ભાગલપુરમાં સરકારી પડતર જમીનમાં આવેલ વૃક્ષો જે કોઈ જયંતીભાઈ નામના વ્યક્તિ કે જે લાકડાના વેપારી છે તેમના દ્વારા ગ્રામ પંચાયત કે મામલતદાર કે પાછી વન વિભાગની પરમિશન લીધા વગર જ વૃક્ષો કાપવામાં આવ્યા છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃક્ષો કાપવા બાબતે પૂછતાં આખો મામલો સામે આવ્યો હતો.
ભાગલપુર ગામના સ્થાનિક ગ્રામ દ્વારા વૃક્ષો કાપવા બાબતે પૂછતાં અને વૃક્ષોની કાપણી બાબતે વિરોધ કરતાં વૃક્ષો કાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ આહિયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે,લાકડા ચોરોને દિન દહાડે સરકારી જમીન ઉપરથી વૃક્ષો કાપવાની હિંમત ક્યાંથી આવે છે ? તેમજ ટેમ્પો જેવા મોટા સાધનો ની અંદર દિન દહાડે તાપી જિલ્લાના માર્ગો પરથી લાકડાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વાહન ચાલકોને આરટીઓ ,જિલ્લા ટ્રાફિક કે વન વિભાગની કોઈ ટીમ રોકતી કેમ નથી ? ત્યારે ડોલવણ તાલુકાના સ્થાનિકોમાં ચર્ચા ઉઠવા પામી છે કે ,ડોલવણ તાલુકા વન વિભાગ તેમજ તાપી વન વિભાગ સમગ્ર મામલે લાકડા ચોરોને છાવરવાનું કામ કરતી હોય અને લાકડા ચોરો દ્વારા અધિકારીઓને સાચવી લેવામાં આવતા હોય તેથી કરીને કોઈ પણ અધિકારીઓ બેફામ બનેલા લાકડા ચોરો સામે કાર્યવાહી કરવા થોડો પણ રસ દાખવતા નથી.
જયંતીભાઈ(લાકડાનો વેપારી) લાકડા ચોર વેપારીએ જણાવ્યું હતું કે, વૃક્ષો કાપવા માટે મને સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જ કહેવામાં આવ્યું હતું અને મેં ફક્ત બે જ વૃક્ષો કાપ્યા છે. |
અત્રે ઉલ્લેખનીય છે કે,તાપી જિલ્લાના જંગલો ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યા છે ,તેના પાછળ તંત્રના જવાબદાર અધિકારીઓ જે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી કરતા નથી. જેથી કરીને લાકડા ચોરોને તાપી જિલ્લાના દરેક તાલુકાની અંદર એક મોકળું મેદાન મળી ગયું છે.તાપી જિલ્લાની અંદર ચાલી રહેલી કેટલીક લાકડાની વખાર સોમિલ કે, જે ગેરકાયદેસર કપાયેલા વૃક્ષો ની ખરીદી કરીને લાકડા ચોરોને પ્રોત્સાહન આપતા હોય તેવું ફલિત થઇ રહ્યું છે. ત્યારે વન વિભાગ પોતાની ભૂંડી કામગીરીને છોડીને લાકડા ચોરોને અટકાવવામાં સફળ રહેશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.
વાંકલા ગ્રામ પંચાયતના સરપંચ અને લાકડાના વેપારીના અલગ અલગ જવાબ ને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.પરંતુ આમાં હવે લાકડાના વેપારી દ્વારા પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે કે પછી સરપંચ દ્વારા પોતાની ખુરશી બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.તે જોવું રહ્યું.!
પન્નાબેન ગામીત (વાંકલ જુથ ગ્રામ પંચાયત) વાંકલા ગ્રામ પંચાયતના સરપંચનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવા માટે પરમિશન આપેલ નથી તથા કોઈ ઠરાવ મંજૂર કરેલ નથી.જે વૃક્ષ કપાયા છે તે ભાગલપુર ગામમાં સરકારી જમીન ઉપર જ છે . |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590