Latest News

વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે : સાવચેતી એજ સલામતી

Proud Tapi 07 Jun, 2023 10:56 AM ગુજરાત

વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે (World Brain Tumor Day)દર વર્ષે ૮ મી જૂનના રોજ 'વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

આ દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આ રોગના લક્ષણો અને તેના વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવે છે.જેથી કરીને આ રોગને આગળ વધતો અટકાવી શકાય, અને લોકો પોતાનું રક્ષણ કરી શકે.

મગજની ગાંઠ એ ખૂબ જ ખતરનાક રોગ છે.આ રોગમાં મગજમાં કોષો અને પેશીઓ ના ગઠ્ઠા બને છે.આને મગજની ગાંઠ કહેવાય છે.જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે.

બ્રેઈન ટ્યુમર ડે નિમિત્તે લોકોને તેના જોખમોથી વાકેફ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, અને તે અંગે જાગૃતિ લાવવા રેલીઓ કાઢવામાં આવે છે.
 
આવો જાણીએ વિશ્વ મગજની ગાંઠ દિવસનો ઇતિહાસ

વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે દર વર્ષે ૮ જૂને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.જર્મન બ્રેઈન ટ્યુમર એસોસિએશન દ્વારા જર્મનીમાં પ્રથમ વખત આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો હેતુ લોકોને બ્રેઈન ટ્યુમર વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકો આ બીમારી વિશે જાણી શકે,અને સમયસર તેનો ઈલાજ કરી શકે.

મગજની ગાંઠના લક્ષણો :

વારંવાર માથાનો દુખાવો, ઉલટી અને ઉબકા, ભારે થાક અને સુસ્તી, શ્રવણશક્તિ ગુમાવવી, ઊંઘમાં મુશ્કેલી, ટૂંકા ગાળાના મેમરી નુકશાન, દૂરદર્શિતા, ઝાંખી દ્રષ્ટિ, ચાલતી વખતે ડગમગવું, સ્મરણ શકિત ને નુકશાન, સ્નાયુ ખેંચાણ.
આ લક્ષણો ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર બીમારી, ડ્રગ્સ, અને આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. જો કોઇને આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ, અને તેની સારવાર કરાવવી જોઈએ. ઘણીવાર લોકો આ લક્ષણોને અવગણે છે. આગળ જતાં આ એક ગંભીર સમસ્યા બની જાય છે. આ રોગની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની સારવાર ઘણી જુદી જુદી રીતે કરવામાં આવે છે. સારવારના અનેક વિકલ્પો છે. જેમ કે સર્જરી, રેડિયેશન થેરાપી અને કીમો થેરાપી વિગેરે.

બ્રેઈન ટ્યુમરના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા સાથે વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી પણ પ્રદાન કરી શકાય છે. ત્યારે 'મુખ્યમંત્રી માં' અને 'માં વાત્સલ્ય યોજના' અંતર્ગત આવરી લેવાયેલા લાભાર્થીઓને પણ, આ પ્રકારના રોગોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ છે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post