સમગ્ર વિશ્વમાં સામુહિક રીતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ,ત્યારે નિઝરના વેલદા ખાતે ફાઇટ ગ્રુપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં હતી.જેમાં વેલદા ગામમાં બેન્ડ સાથે મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી.સાથે સાથે લોકો બેન્ડના તાલે ઝૂમ્યા હતા.ગુજરાત રાજ્યના ફાઇટ ગ્રુપના અધ્યક્ષ દેવાભાઈ સાળવે દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે વેલદા ગામના તમામ સમાજના આગેવાનો અને લોકો આ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં ગામના સરપંચ યોગીતાબેન કિશોરભાઇ પાડવી , સુહાગ સાળવે , કાલુસિંગ પાડવી ,રમેશ પાડવી , સંજય પાડવી , તેમજ સુમુલ ડેરીના ચેરમેન ભરતભાઈ પટેલ , પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સુરેશ પાડવી ,પૂર્વ પો.ઈ. દિલીપભાઈ વળવી , તેમજ ગુજરાત રાજ્યના ફાઇટ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.ગામમાં રેલી સ્વરૂપે બેન્ડના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા.તેમજ વેલદા ગામે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590