પ્રાઉડ તાપી - આહવા : વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ડાંગ જિલ્લાના ભેંસકાત્રી ગામની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે બેંન્ચીસ નું વિતરણ કરાયું હતું. ભેંસકાત્રી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના અભ્યાસ કરતા ૧૯૫ બાળકોને ચોમાસાને કારણે બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે, બાળકો શિક્ષણ કાર્ય પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરી શકે તે માટે વર્લ્ડ વિઝન ઈન્ડિયાના મેનેજર પ્રસનનાજીના પ્રયાસોથી આ શાળાને ૨૫ જેટલી બેન્ચીસ પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં શાળા ખાતે યોજાયેલા આ બેંચીસ વિતરણ કાર્યક્રમમાં શાળા આચાર્ય અમ્રતભાઈ ગાંવિત, શાળાના શિક્ષકો, એસ.એમ.સી. ના સભ્યોએ હાજર રહી સંસ્થાના આ કાર્ય અને યોગદાન ની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590